એક એવી ઇમેઇલ સેવા - જે સુરક્ષિત છે, ખાનગી છે અને તમારા નિયંત્રણમાં રહે છે.
અમે ક્યારેય પણ કોઈ જાહેરાતોના હેતુ માટે તમારા Gmailના કન્ટેન્ટનો ઉપયોગ કરતા નથી
તમે પ્રાપ્ત કરો છો અને મોકલો છો તે તમામ સંદેશા માટે Gmail સૌથી સારા એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે. અમે ક્યારેય પણ જાહેરાતોને મનગમતી બનાવવા માટે તમારા Gmailના કન્ટેન્ટનો ઉપયોગ કરતા નથી.
ઇમેઇલ પર સુપરઇમ્પોઝ કરેલા પ્રાઇવસીના નોટિફિકેશન
Gmail દરરોજ એક અબજ કરતાં વધારે લોકોના ડેટાને સુરક્ષિત રાખે છે
Gmail 99.9% સ્પામ, માલવેર અને જોખમી લિંકને તમારા ઇનબૉક્સ સુધી પહોંચતા પહેલાં બ્લૉક કરે છે.
ફિશિંગ સામે સુરક્ષા માટે સૌથી વધુ વિગતવાર સંરક્ષણો ઉપલબ્ધ
જ્યારે Gmailને કોઈ ઇમેઇલ શંકાસ્પદ લાગે, ત્યારે તે તમને તેના વિશે જણાવે છે અને તમે નક્કી કરી શકો છો કે તે ઇમેઇલ શંકાસ્પદ છે કે નહીં.
તમે મોકલો છો તે ઇમેઇલ પર શ્રેષ્ઠ નિયંત્રણો મેળવો
ગોપનીય મોડ તમને કોઈ ઇમેઇલનો સમાપ્તિ સમય સેટ કરવાની સગવડ કરી આપે છે અને પ્રાપ્તકર્તાઓ માટે ટેક્સ્ટ દ્વારા ચકાસવાનું આવશ્યક બનાવે છે. તમે ઇમેઇલને ફૉરવર્ડ, કૉપિ, પ્રિન્ટ અથવા ડાઉનલોડ કરવાના વિકલ્પો કાઢી નાખી શકો છો.
ઇમેઇલ પર સુપરઇમ્પોઝ કરેલા પ્રાઇવસીના નોટિફિકેશન
Gmail વડે વધુ કાર્યો કરો
કનેક્ટેડ રહો અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા રહો
ચૅટ શરૂ કરો, Meet પર કોઈ વીડિયો કૉલમાં જોડાઓ અથવા દસ્તાવેજમાં સહયોગ કરો, આ બધું સીધા Gmailમાંથી.
વધુ ઝડપથી વધુ કાર્યો કરો
સ્માર્ટ કંપોઝ જેવી સુવિધાઓ વડે વધુ ઝડપથી ઇમેઇલ અને સંદેશા લખો અને તમારો સમય બચાવો, આ બચેલો સમય તમારી ગમતી વસ્તુઓ કરવામાં વાપરો.
જવાબ આપવાનું ક્યારેય ભૂલશો નહીં
હળવેથી મોકલાતા સંકેતો તમને દરેક બાબતમાં અગ્રેસર રહેવામાં સહાય કરે છે.
અન્ય ટૂલ સાથે પણ કામ કરે છે
સંપર્ક અને ઇવેન્ટ સિંકની સુવિધા સહિત Microsoft Outlook, Apple Mail અને Mozilla Thunderbird જેવા ડેસ્કટૉપ ક્લાયન્ટ સાથે Gmail બહુ સારી રીતે કાર્ય કરે છે.
ઑફલાઇન હો, તો પણ કામ કરતા રહો
Gmailની ઑફલાઇન સુવિધા તમે ઇન્ટરનેટથી કનેક્ટ ન હો ત્યારે તમને તમારા Gmail સંદેશા વાંચવાની, તેના જવાબ આપવાની, તેને ડિલીટ કરવાની અને શોધવાની સગવડ કરી આપે છે.
કોઈપણ ડિવાઇસ પર Gmailનો અનુભવ મેળવો
તમે ગમે ત્યાં હો, Gmailની સગવડતા અને સરળતાનો આનંદ માણો.
Gmail હવે Google Workspaceનો ભાગ છે
કોઈપણ ડિવાઇસ પરથી, કોઈપણ સમયે વધુ ઝડપથી સહયોગ કરો, આ બધું એક જ જગ્યાએ.
Google Workspace સર્જનાત્મકતા અને સહયોગ માટેના સાધનોનો એક સેટ છે જે વ્યક્તિગત લોકો, ટીમ અને વ્યવસાયોને દરેક બાબતમાં અગ્રેસર રહેવામાં સહાય કરે છે. આ એક અનુકૂળ, નવીન ઉકેલ છે જેમાં Gmail, Calendar, Drive, Docs, Meet જેવી તમારી બીજી ઘણી બધી મનપસંદ ઍપ શામેલ હોય છે.
તમારી જરૂરિયાત અનુસાર જવાબ શોધો
વધારે સહાયની જરૂર છે?
નવા તેમજ કુશળ વપરાશકર્તાઓ એમ બન્ને માટે બનાવવામાં આવેલી ટિપ્સ અને પગલાંવાર માર્ગદર્શિકાઓ બ્રાઉઝ કરો.
Gmail કેવી રીતે મારા ઇમેઇલ સંચારને સુરક્ષિત અને ખાનગી રાખે છે?
Gmailના પાયામાં હંમેશાંથી મજબૂત સુરક્ષા રહેલી છે. સ્પામ, ફિશિંગ અને માલવેર તમારા ઇનબૉક્સ સુધી પહોંચે તે પહેલાં તમને સુરક્ષા પ્રદાન કરવા માટે અમે હંમેશા સખત મહેનત કરીએ છીએ. AI (કૃત્રિમ બુદ્ધિમતા) વધારેલી એવી અમારી સ્પામ ફિલ્ટર ક્ષમતાઓ દર મિનિટે લગભગ 1 કરોડ ઇમેઇલને બ્લૉક કરે છે.
શું તમે જાહેરાતો માટે 'મારો ઇમેઇલ'નો ઉપયોગ કરો છો?
ના. શુલ્ક વિનાના તમારા Gmail એકાઉન્ટમાં તમને જાહેરાતો જોવા મળી શકે છે, તેમ છતાં તમારા ઇમેઇલ ખાનગી છે. Google જાહેરાતના હેતુઓ માટે Gmailના કન્ટેન્ટને સ્કૅન કરતું નથી કે તેની પ્રક્રિયા કરતું નથી.
હું કેવી રીતે મારા ઇમેઇલને વધુ સલામત અને સુરક્ષિત રાખી શકું?
Gmailની સુવિધાઓ મોટાભાગના વપરાશકર્તાઓ માટે પૂરતા પ્રમાણમાં સુરક્ષિત હોય છે, પણ અમુક એકાઉન્ટ માટે કદાચ સુરક્ષાના વધારાના સ્તરની જરૂર પડી શકે છે. Googleનો વિગતવાર સુરક્ષા પ્રોગ્રામ ઉચ્ચ દૃશ્યતા અને સંવેદનશીલ માહિતી ધરાવતા વપરાશકર્તાઓને સુરક્ષા પૂરી પાડે છે, જેમની પર લક્ષિત ઑનલાઇન હુમલાનું વધુ જોખમ રહેલું હોય.
વધુ જાણો
જો મારે ઑફિસ કે મારા વ્યવસાય માટે Gmailનો ઉપયોગ કરવો હોય, તો શું કરવું જોઈએ?
Gmail એ Google Workspaceનો ભાગ છે, જ્યાં તમે જુદા-જુદા પ્લાનમાંથી પસંદગી કરી શકો છો. તમને Gmail વિશે જે ગમે છે તે ઉપરાંત, તમને કસ્ટમ ઇમેઇલ ઍડ્રેસ (@yourcompany.com), અમર્યાદિત ગ્રૂપ ઇમેઇલ ઍડ્રેસ, 99.9% ગૅરંટી સાથેનો અપટાઇમ, વ્યક્તિગત Gmail કરતાં બે ગણો સ્ટોરેજ, કોઈ જાહેરાત નહીં, 24/7 સપોર્ટ સુવિધા, Microsoft Outlook માટે Google Workspace સિંકની સુવિધા અને બીજું ઘણું મળે છે.
વધુ જાણો
વધારે સહાયની જરૂર છે?
નવા તેમજ કુશળ વપરાશકર્તાઓ એમ બન્ને માટે બનાવવામાં આવેલી ટિપ્સ અને પગલાંવાર માર્ગદર્શિકાઓ બ્રાઉઝ કરો.
દુનિયાનો બતાવી દો
આ કેવી રીતે થાય છે.
વધુ સશક્ત Gmail સાથે શરૂઆત કરો.
આડી રીતે ગોઠવેલા ફંક્શનના મોટા આઇકન ધરાવતી Gmailની ઇનબૉક્સ સ્ક્રીન